ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ
ગુજરાતમાં સરકારી નોકરી માટેની ભરતી પ્રક્રિયાને લઈને ગેરરીતિનો એક મહત્વપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યની તમામ વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે લેવાયેલી ઓનલાઈન પરીક્ષા દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉમેદવારોને છેતરવાના વ્યાપક રેકેટનો પર્દાફાશ કર્યો છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા 2022 થી 2021 ની વચ્ચે યોજાઈ હતી અને DGVCL દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અંગે અગાઉ 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.